ગુજરાત
News of Wednesday, 12th May 2021

પ્રેમ લગ્ન કરનારી બહેન-પતિનું અપહરણ કરીને ખંડણી માગી

દેશના ગામોમાં પ્રેમ લગ્ન સામાજિક દૂષણ મનાય છે : સગા ભાઈએ બહેનને છુટાછેડાના કાગળો પર સહી કરવા માટે દબાણ કર્યું, પોલીસે ગેંગના પાંચને ઝડપી લીધા

મહેસાણા, તા. ૧૨ : પ્રેમ લગ્ન સામાન્ય બાબત બની ચુકી છે. ત્યારે હજી પણ ગ્રામીણ વિસ્તારોમાં પ્રેમ લગ્ન સામાજિક દૂષણ સમાજ માનવામાં આવે છે. જો કે પુખ્ત વયનાં યુવક અને યુવતીઓ પોતાની મરજીથી લગ્ન કરવાની છુટ પરંતુ અનેકવાર આવા કિસ્સામાં પરિવારની મરજી ન હોવાથી ગુનાહિત કૃત્યો થઇ જાય છે. અનેકવાર કિસ્સામાં પરિવારની મરજી ન હોવાથી ગુનાહિત કૃત્યો પણ થતા હોય છે.

મહેસાણામાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ લગ્ન કરનારી બહેન અને તેના પતિને સગા ભાઇએ કિડનેપ કરી લીધી હતી. છુટાછેડાના કાગળો પર સહી કરવા માટે દબાણ કર્યું હતું. શરમજનક બાબત તો તેવી છે કે, છુટાછેડા માટે બનેવી પાસે ૫ લાખની ખંડણી માંગી હતી. જો કે મહેસાણા પોલીસે આ મુદ્દે ફિલ્મી ઢબે અપહરણકર્તા પાટણગેંગના ૫ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે યુવતીનો ભાઇ અને ૫ અન્ય લોકો ફરાર છે.

બનાવની વિગત અનુસાર મહેસાણાના રાધનપુર રોડ પરની સ્વસ્તિક રેસીડન્સીમાં રહેતા પારસ નાયીએ બે મહિના પહેલા ઉંઝાના અમુઢ ગામની યુવતી જીનલ પટેલ સામે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી નારાજ જીનલનો ભાય જય પ્રતિશોધ લેવા માટે ફરી રહ્યો હતો. યેનકેન પ્રકારે તે લગ્નનું ભગાણ કરાવવાનો નિર્ધાર કર્યો હતો.

જો કે જય પટેલે કેટલાક શખ્સો સામે મળીને રવિવારે કાર લઇને બનેવીનાં ઘરે તોડફોડ કરી હતી. બનેવી તથા બહેનનું અપહરણ કર્યું હતું. આ ઘટનાની જાણ પારસનાં મોટા ભાઇને થાત તેણે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ હતી. જિલ્લા પોલીસવડા ડો ગોહીલ સુધી પહોંચતા તેમને લોકલ ક્ક્રાઇમબ્રાંચ કામે લાગી હતી. દરમિયાન અપહરણકારોએ પારસ નાયીના આસામમાં રહેતા બહેનને ફોન કરીને ૫ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સનાં આધારે તેમની શોધખોળ આદરી હતી.

જેના પગલે લોકેશનનાં આધારે પાટણના ખેરાલુ આસપાસનું હોવાનું જાણવા મળતા પોલીસે આ વિસ્તારમાં તપાસ આદરી હતી. પોલીસ પાસે અપહરણકારોની ઇકો કારનો નંબર હતો. જેથી પોલીસે પેટ્રોલિંગનાં આધારે ગાડીને અટકાવી હતી. જેના આધારે કેટલાક લોકો ગાડીમાંથી નિકળીને ખેતર તરફ દોડ્યાં હતા. પોલીસે તમામને ખેતરમાંથી દોડીને તેના પતિને ઝડપી લીધો હતો. દરમિયાન પીડિતાએ જણાવ્યું કે, હજી એક ઇકો કાર પાછળ આવી રહી છે જેથી પોલીસને જોઇને ઉભી પુછડીએ ભાગી હતી. પોલીસે આ ગાડીને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધી હતી. ૬ શખ્સો આ ગાડી મુકી ભાગ્યા હતા જ્યારે ૪ પકડાયા હતા.

(7:56 pm IST)