ગુજરાત
News of Wednesday, 12th May 2021

તલોદના બજારમાં કરિયાણાના વેપારીને ભેટી ભેજાબાજ ગઠિયાએ 20 હજારની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

તલોદ:બજારના કરીયાણાના એક વેપારીને ભેટી ગયેલા એક ભેજાબાજ ગઠીયાએ ભારે ચાલબાજી વાપરીને વેપારી પાસેથી રૃા. ૨૦ હજારની રોકડ અને કરીયામાની ચીજવસ્તુઓ હસ્તગત કરી લેવામાં સફળતા મેળવી હતી. ગ્રાહકના સ્વરૂપમાં કરીયાણાની દુકાને એક્ટીવા લઇને પહોંચેલા અને કોઇ જાણભેદુ એક ગઠીયા ઈસમે છળકપટ પૂર્વકની ચાલબાજી કરીને દિનદહાડે વેપારીનું હજારો રૂપિયાનું ફુલેકું ફેરવી નાંખ્યું હતું.

કરીયાણાની દુકાને એક્ટીવા લઇને ગ્રાહકના સ્વાંગમાં એક ગઠીયો આવ્યો હતો જેણે ખાદ્ય તેલ તથા કરીયાણાની સામગ્રી ખરીદવા કઢાવી હતી.

 બાદ બીલ ચુકવવાની વેળાએ ગઠીયાએ વોલેટ ઘરે ભૂલી ગયો છું, તેવું નાટક રચીને, ઘરે ફોન કરી પૂછ્યું હતું.. કે, ત્યાં મારૃં પૈસા ભરેલું પાકીટ રહી ગયું છે ? સામે છેડેથી હા, પાકીટ તેમાં રૂપિયા પણ અહીંયા છે તેવો જવાબ મળ્યાનું તરકટ પણ તેણે રચ્યું હતું.

ગઠીયાએ તલોદના એક તબીબનો તે સગોભાઇ હોવાની ઓળખ આપી હતી. બાદ તેણએ વેપારીને કહ્યું કે, છુટા રૂપિયા કેટલા છે ? મને છૂટા આપોને હું તમને ઘેરથી આખી નોટો આપી દઉં છું.. ખરીદ કરેલ સામગ્રી અને છૂટાના રૂપમાં રૃા. ૨૦ હજારની રોકડ રકમ હાથમાં આવતાં જ ગઠીયાએ કહ્યું, 'તમારા આ માણસને સાથે મોકલો. હું કરીયાણાના બીલના અને છૂટા લીધા તેના બધા પૈસા આપી દઉં..'

(6:12 pm IST)