ગુજરાત
News of Wednesday, 12th May 2021

રાત્રી કર્ફયુ વચ્ચે આણંદના આંકલાવના ઉમેટામાં ખાનગી ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા ૯ નબીરા ઝડપાયાઃ ૪ ડાન્સર યુવતિઓને પણ બોલાવી હતી

આણંદ: ગુજરાતમા ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ વચ્ચે આણંદમાં દારૂની મહેફિલ પકડાઈ છે. આંકલાવના ઉમેટામાં દારૂની મેહફિલ પકડાઈ છે. ખાનગી ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે પોલીસ ત્રાટકી હતી. આ દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા છે. સાથે જ 4 ડાન્સર યુવતીઓ પણ પકડાઈ છે. ગત રાતે દારૂની મેહફિલ માણતા પકડાયા છે.

(4:32 pm IST)