ગુજરાત
News of Wednesday, 12th May 2021

વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે તબીબી પ્રાધ્યાપકોની હડતાલ : બહાર દેખાવો કર્યા

જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબો ફરજ પર હાજર

વડોદરા સહિત રાજ્યના જીએમઈઆરએસ કોલેજના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઉતર્યા છે જેના ભાગરૂપે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ના તબીબી પ્રાધ્યાપકો હડતાલ પાડી છે અને હોસ્પિટલ બહાર દેખાવો કર્યા હતા.

ગુજરાત સરકાર પાસે પ્રધ્યાપક ઓ એ અવારનવાર તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માગણી કરી હતી તાજેતરમાં તેઓએ હડતાળ પાડવાની ચીમકી પણ આપી હતી અધ્યાપકોના પ્રશ્નોનો ઉકેલ નહિ આવતાં આજે તેઓએ હડતાલ પાડી દેખાવો કર્યા હતા. અને આજથી કોવિડની કામગીરી તબીબી પ્રાધ્યાપકોએ બંધ કરી હતી.

તબીબી પ્રાધ્યાપકો ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના ડીન ઑફિસ બહાર દેખાવો કર્યા હતા. સરકારી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોને મળતાં તમામ લાભો મળે તેવી છે માંગ કરવામાં આવી છે. તબીબો પ્રાધ્યાપકો હડતાળ પર જશે તો પણ કોરોના દર્દીઓની સારવારમાં કોઈ ફરક નહીં પડે કારણકે જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબો ફરજ પર હાજર છે.

(1:05 pm IST)