ગુજરાત
News of Saturday, 12th May 2018

બોરસદ: નાપામાં લગ્નની આડમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 6 શખ્સોને પકડતા ટોળાનો પોલીસ પર હુમલો

બોરસદ:તાલુકાના નાપા તળપદ ગામે આવેલા એકતાનગરમાં ગઈકાલે રાત્રીના સુમારે લગ્નપ્રસંગની આડમાં ચાલતા જુગાર પર દરોડો પાડીને છ શખ્સોને ઝડપી પાડ્યા હતા જો કે ટોળાએ પોલીસ પર હુમલો કરીને અવરોધ ઉભો કરી પકડાયેલા છએ શખ્સોને ભગાડી જતાં આ અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પેટલાદના ડીવાયએસપી સંદિપ ચૌધરીને માહિતી મળી હતી કે, નાપા તળપદ ગામે આવેલા એકતાનગરમાં લગ્નપ્રસંગની આડમાં સિકંદરમીંયા ફકરૂમીંયા કાજી જુગાર રમાડી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં છ શખ્સો પકડાઈ જવા પામ્યા હતા. જો કે સિકંદરમીંયાએ ટોળાને ઉશ્કેરતા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો અને પકડાયેલા છ શખ્સોને ભગાડી મુક્યા હતા. પોલીસે પીછો કરતાં તમામ શખ્સો અંધારાનો લાભ લઈને ગલીઓમાં ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(6:26 pm IST)