ગુજરાત
News of Saturday, 12th May 2018

માતર તાલુકાના સીંજીવાડાની સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જનાર બે યુવકો વિરુદ્ધ ગુનો દાખલ

માતર:તાલુકાના સીંજીવાડામાં રહેતી એક સગીરાને મિત્ર સાથે લગ્ન કરાવવા એક યુવક ભગાડી ગયો હતો. આ બાબતે લીંબાસી પોલીસમાં બે યુવકો સામે ફરીયાદ નોંધાઈ છે. 

 


મળતી માહિતી મુજબ માતર તાલુકાના લીંબાસીમાં રહેતી એક ૧૬ વર્ષીય કિશોરી બિહારી ઉપેન્દ્ર સિંધીપ્રસાદ યાદવના મનમાં વસી ગઈ હતી. જેથી તેની સાથે પ્રેમના તાંતણે બંધાયા હતાંં. કિશોરીના પરિવારજનો રાજીખુશીથી લગ્ન કરી આપશે નહી તેવો ડર હતો. જેથી તેણે ચીખોદરામાં રહેતા તેના મિત્ર દિપક યાદવને વાત કરી હતી. આ દિપક યાદવ તા.૭-૫-૧૮ ના રોજ સીંજીવાડા જઈ કિશોરીને પોતાના મિત્રની પત્ની બનાવવા ભગાડી ગયો હતો. 

કિશોરીના પિતાએ લીંબાસી પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે આ બંને યુવકો સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:25 pm IST)