News of Saturday, 12th May 2018
અમદાવાદમાં બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં અેલજે કોલેજના વિદ્યાર્થીનું મોત
અમદાવાદઃ અમદાવાદના બોપલ ઘુમા રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ વિદ્યાર્થી અમદાવાદની એલ.જે. કોલેજનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો આવ્યો અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(5:37 pm IST)