ગુજરાત
News of Saturday, 12th May 2018

પ્રોહિબીશનના નવા કાયદા હેઠળના કેસો હવેથી મેટ્રોપોલિટીન અદાલતમાં ચલાવવામાં આવશે

અમદાવાદ ૧૨ : દારૂના નવો કાયદો અમલમાં આવ્યા બાદ સ્મોલ અને બીગ કવોલીટીના કેેસ અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નહોતો. જેના લીધે કઇ કોર્ટ કેસ ચલાવે તે અંગે સેશન્સ અને મેટ્રોપોલિટીન કોર્ટ દ્વિધ્ધામાં હતી. પંદરદિવસ પહેલા સેશન્સ કોર્ટ પ૧ દારૂના કેસો મેટ્રોપોલીટીન કોર્ટને પરત મોકલીને હવેથી દારૂના કેસો તમારેચલાવવા જણાવ્યું હતુ. ત્યારબાદ નીચલી કોર્ટમાં દારૂના કેસો ચલાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આમ છૈલ્લા સવા વર્ષથી દારૂના કેસો ચલાવ્યા વગર પડી રહેતા  નીચલી કોર્ટોમાં કેસોનો ભરાવો થઇ ગયો છે. દારૂના કેસોમાં મોટાભાગના પોલીસ મથકોમાં મુદામાલ પડી રહેલો છે. જેમાં કેટલાક પોલીસ મથકોમાં મુદામાલ વાહનોમાંથી સ્પેરપાર્ટસ ચોરાઇ ગયા છે.

દારૂના નવા કાયદામાં દસ વર્ષ સુધીની સજાની જોગવાઇ હોવાથી નીચલી કોર્ટ કેસો ચલાવી ન શકે તેવું અર્થઘટન થયું હતું અને પ્રહિબીશનના  તમામ કેસો કમિટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ણરંતુ દારૂના કેટલા જથ્થામાં કઇ કલમ લાગે અને તેમાં કેટલી સજાની જોગવાઇ તે મામલો હજુ સુધી ગુંચવાયેલો છે. જેથી નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટ કેસ ચલાવી રહી નથી. દરમ્યાન સેશન્સ કોર્ટમાં કમીટ કરેલા પ્રહિબીશનના ૫૧ કેસો સેશન્સ કોર્ટે પરત મેેટ્રો. કોર્ટને મોકલી આપ્યા છે અને તે કેસો ચલાવવા તાકીદ કરી છે ઉપરાંતમાં જયાં સુધી જથ્થો નક્કી ન થાય ત્યાં સુધી કેસો કમિટ ન કરવા પણ આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પરત કરેલ કેસોમાં કારંજ લઠ્ઠાકાંડનો કેસ પણ આવી ગયો હતો.(૩.૩) 

(11:50 am IST)