ગુજરાત
News of Saturday, 12th May 2018

બનાસકાંઠા: કાંકરેજના બાલોજપુરમાંથી ભુજ RR સેલે વિદેશી દારૂની 449 પેટી ઝડપી: 37 લાખનો મુદામાલ કરાયો જપ્ત

મિનરલ પાણીની બોટલોના ઓઠા હેઠળ દારૂનું હેરાફેરી ઝડપાઇ :એક જ દિવસમાં દારૂ ભરેલી બે ટ્રક પકડાતા ચકચાર

 

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ જોવાઈ છે બનાસકાંઠાના કાંકરેજના બલોજપુરમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો છે. ભુજ RR સેલે વિદેશી દારૂની કુલ 449 પેટી ઝડપી પાડી છે. પોલીસે વિદેશી દારૂ સહિત.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી ધરી છે વિદેશી દારૂ મિનરલ પાણીની બોટલોના ઓઠા હેઠળ લાવવામાં આવી રહ્યો હતો પંથકમાં એક દિવસમાં દારૂ ભરેલી કુલ બે ટ્રક ઝડપાઈ છે.

   જાણવા મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી વિદેશી દારૂનો ધીકતો ધંધો હોવાનું મનાય છે હજી ગઈ કાલે પાટણ માર્કેટ યાર્ડના ગોડાઉનમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. એની પહેલાં પાટણ-ડીશા હાઇવે પરથી દારૂ સહિત અંદાજે .5 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આજે ફરી બનાસકાંઠાના કાંકરેજના બલોજપુરમાંથી ભુજ RR સેલે વિદેશી દારૂની 449 પેટી ઝડપી પાડી છે. પોલીસે દારૂ સહિત 37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

(9:17 am IST)