ગુજરાત
News of Monday, 12th April 2021

ગુજરાત સરકારના નિર્ણય પર ગુહ વિભાગનું જાહેરનામું : લગ્ન સમારંભમાં અને અંતિમવિધિમાં ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે

જાહેરમાં રાજ્ય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો કે અન્ય મેળાવડા યોજવા પર પ્રતિબંધ: 30 એપ્રિલ સુધી તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે : એપ્રિલ તથા મે મહિનામાં આવતા તમામ ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી નહી શકાય: સરકારી અને અર્ધસરકારી તથા તમામ ખાનગી ઓફિસમાં કર્મચારીની હાજરી 50 ટકા રાખવાની રહેશે અથવા અલર્ટનેટ ડે પર કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે : અન્ય સુચના ન આવે ત્યાં સુધી આ તમામ નિર્ણયો લાગુ રહેશે.

ગુજરાત સરકારના નિર્ણય પર ગુહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડયું છે લગ્ન સમારંભમાં અને અંતિમવિધિમાં  ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે તેમજ જાહેરમાં રાજ્ય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો કે અન્ય મેળાવડા યોજવા પર પ્રતિબંધ મુકાયો છે આગામી 30 એપ્રિલ સુધી તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે, એપ્રિલ તથા મે મહિનામાં આવતા તમામ ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી નહી શકાય જયારે સરકારી અને અર્ધસરકારી તથા તમામ ખાનગી ઓફિસમાં કર્મચારીની હાજરી 50 ટકા રાખવાની રહેશે અથવા અલર્ટનેટ ડે પર કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે : અન્ય સુચના ન આવે ત્યાં સુધી આ તમામ નિર્ણયો લાગુ રહેશે.

(9:42 pm IST)