ગુજરાત
News of Monday, 12th April 2021

પ્રેમ સંબંધોમાં આડખીલી બની રહેલા પતિનું પ્રેમી સાથે મળી પત્નીએ ઠંડે કલેજે કાસળ કાઢયું

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાની સૂચના નાયબ પોલીસ અધિક્ષક એમ.એન. ચાવડાના માર્ગદર્શથી પારડી પોલીસ સ્ટેશન ના પીએસઆઈ બી.એન.ગોહિલની ટીમે સતત મહેનતથી ભેદ ઉકેલયો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : પારડી તાલુકાના સરોધી ગામે રહેતી ત્રણ સંતાનની જનેતાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિ ની ઠંડે કલેજે હત્યા કરી આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પતિની લાશને રેલવે ટ્રેક ઉપર રાત્રી દરમિયાન નાખી દેવામાં આવી હતી જોકે બીજા દિવસે સવારે રેલવે ટ્રેક ઉપરથી પારડી પોલીસને મળેલી ક્ષત વિક્ષત હાલતમાં લાશ બાદ પોલીસે આ સમગ્ર બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા હત્યા કરી હોવાની શંકા બહાર આવી હતી અને જે બાદ મૃતક પતિના પત્ની તેમજ તેના પ્રેમીની પોલીસે અટક કરી પૂછપરછ કરતા આખરે પોલીસને હત્યા કરી હોવાનું કબુલાત કરી હતી

  જો કે આ હત્યા બાબતે આજે વલસાડ જિલ્લા એસપી કચેરી ખાતે એક પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે આપેલી માહિતી અનુસાર પારડી તાલુકાના સરોધી ગામે રહેતી મનીષા નામની મહિલા વાપીની મેરીલ લાઈફ કંપની માં નોકરી કરતી હતી જોકે આ નોકરી દરમિયાન તેના એક સહકર્મી દર્શન પટેલ સાથે તેની આંખ મળી જતા બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા તો રાત્રી દરમિયાન પ્રેમી મનીષા ને મળવા માટે તેના ઘરે પણ આવતો હતો જેને લઇને મનીષા ના પતિ સાથે મનીષા વચ્ચે બોલાચાલી અને ઝઘડો રોજીંદા બની ગયા હતા અને આ ઘર કંકાસ ને કારણે કંટાળી ગયેલી મનીષાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિનું કાંટો કાઢી નાખવા માટે એક પ્લાન ઘડ્યો હતો અને તે મુજબ ગત તારીખ 6/4/21 ના રોજ રાત્રી દરમિયાન મનીષા નો પતિ ઘરમાં ઊંઘતો હતો તે સમયે તેનો પ્રેમી ત્યાં પહોંચી પતિ ને માથાના ભાગે લાકડાના ફટકા મારી બેહોશ કરી નાખ્યા બાદ મનીષા એ આપેલી દોરી દ્વારા પતિનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી વળી આ હત્યામાં બંનેનું નામ ન આવે તે માટે પ્રેમની ઇકો કારમાં પતિની લાશને લઈ વડવાળા ભગવાન વચ્ચે રેલવે ટ્રેક ઉપર અવાવરું જગ્યામાં પતિની લાશને રેલવે ટ્રેક ઉપર સુવડાવી દીધી હતી જેના કારણે ટ્રેન લાશ ઉપર થી પસાર થતા પતિ લાશ ક્ષત-વિક્ષત હાલતમાં પોલીસને મળી આવી હતી એટલે પોલીસ તપાસમાં આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું સાથે-સાથે પોતાનું બાઇક પણ રેલવે ટ્રેક પર લાવીને મૂકી દેવામાં આવ્યું હતું જોકે પોલીસને જ્યારે લાશ મળી ત્યારે તેને ઓળખી શકાય તે હાલતમાં ન હતી પરંતુ તેના કપડાં ના આધારે મૃતકની પત્નીને બોલાવ્યા બાદ તેનો પતિ હોવાનું તેણે કબૂલ્યું હતું પરંતુ તેમ છતાં પણ પોલીસને આ સમગ્ર બાબતે હત્યા થઇ હોવાની શંકા જતા પોલીસે તે તરફ તપાસનો દોર શરૂ કર્યો હતો અને બાદમાં તેમને મહત્ત્વની કડી હાથ લાગી હતી જે બાદ પોલીસે પ્રથમ મનીષા અને તે બાદ તેના પ્રેમીની પોલીસે અટક કરી હતી જે બાદ મનીષા અને તેના પ્રેમીની ઉલટ તપાસ કરતા આખરે મનીષા ભાંગી પડી હતી અને તેણે પોતાના પતિની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કર્યો હતો અને હત્યા કરતી વખતે મનીષા ની પુત્રી એ જોતાં પુત્રી ને પણ ધાકધમકી આપી હતી અને પુત્રી ને કહ્યું કે પોલીસે અને કોઈને પણ હત્યા વિશે કહ્યું તો તને પણ મારી નાખવાની ધમકી આપી હતી આમ રેલવે ટ્રેક ઉપરથી મળી આવેલી લાશ પારડી પોલીસે ભેદ ઉકેલી કાઢયો હતો

(9:08 pm IST)