ગુજરાત
News of Monday, 12th April 2021

રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી એ ફેસબુક પેજ ઉપર વિડિઓ પોસ્ટમાં જણાવેલ કે તેમને લોકો સતત ફોન કરી ને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલ છે : આમ આદમી પાર્ટી તથા કેટલાક વિરોધીઓ હેરાન કરતા હોવાનો વીડિયો પોસ્ટમાં આરોગ્યમંત્રી નો આક્ષેપ

કુમાર કાનાણી જણાવે છે કે કોરોનાની સ્થિતિમાં લોકોની ઇમરજન્સી ને લીધે કામમાં વ્યસ્ત છતાં ફોન આવે તો ઉપાડી શકતો નથી અને કામ પૂર્ણ થયા બાદ સામેથી ફોન કરું તો ગાળાગાળી કરે છે

સુરતઃ રાજ્યભરમાં હાલ કોરોનાનો સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે લોકો હવે ધીરજ ગુમાવી રહ્યા છે. આરોગ્યમંત્રીને ફોન  કરી ગાળો બોલી રહ્યા છે અને હેરાન કરી રહ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ પોતાના ફેસબુક પેજ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે.  તેમને વિડીયો પર આક્ષેપ કરતા કહ્યું છે કે તેમને સતત ફોન કરીને હેરાન કરવાનો અને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ફોન કરનારા લોકો અપશબ્દો બોલીને ઉશ્કેરવા માટેના પ્રયાસ કરે છે.

આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય છે આમ સુરત તેમનું હોમ ગ્રાઉન્ડ કહી શકાય છે જોકે તેઓ કેટલા સક્રિય છે તે કેવું ઘણું મુશ્કેલ છે ત્યારે આજે બપોરે કુમાર કાનાણી એ પોતાના ફેસબુક પેજ ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે આ વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી અને કેટલાક તેમના વિરોધીઓ સતત ફોન કરીને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કાનાણીનું કહેવું છે કે ફોન કરનાર અપશબ્દો બોલે છે ગાળાગાળી કરે છે જે પાછળનો ઉદ્દેશ મને ઉશ્કેરવાનો છે.

મંત્રી કાનાણીએ વધુમાં જણાવ્યું કે મને ઉશ્કેરવામાં આવી રહ્યો છે, જેથી કરીને હું કોઈક એવી વાત કરી દઉં જે તેઓ રેકોર્ડ કરીને લોકોમાં વાયરલ  કરી મારી છબીને બરબાદ કરી શકે હું કોઈ કામમાં વ્યસ્ત હોવ તો કોઈનો ફોન આવે તો ઉપાડી શકતો નથી. પરંતુ કામ પૂર્ણ થયા બાદ તો સામેથી તેમને કોલ કરું છું.

ફોન કરનાર કામ સિવાયની બીજી બધી વાતો કરે છે મને એમ હોય છે કે હાલ કોરોનાની સ્થિતિમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ ઈમરજન્સી કે જરૂરિયાત ઉભી થઇ શકે છે. પરંતુ આ પ્રકારની ગંદી માનસિકતા રાખનારા લોકો નિર્દોષ લોકોના કામ કરવાથી મને અટકાવી રહ્યા છે.  આ બધા વચ્ચે કુમાર કાનાણી એ એવા લોકોની માફી માંગી છે જેમને ફોન કર્યો હોય અને કોઈ કારણસર તેઓ ફોન ઉપાડી શક્ય ન હોય.

નોંધનીય છે કે રાજ્યમાં પાંચ હજારથી પણ વધુ કોરોના ના કેસો દરરોજ પોઝિટિવ આવી રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં વકરી રહેલા કોરોના માટે લોકો રાજ્ય સરકારને દોષિત માની રહ્યા છે. કોરોનાના ઇન્જેક્શન ને લઈને પણ ભારે રાજનીતિ થઇ રહી છે.

(8:13 pm IST)