ગુજરાત
News of Monday, 12th April 2021

નર્મદા જિલ્લામાં હરસિદ્ધ માતાજી મંદિર અને કાળકા માતાજી મંદિર 10 દિવસ બંધ રહેશે

રાજપીપલા માં 405 વર્ષ પુરાણું ઐતિહાસિક હરિસિદ્ધિ માતાજીનું મંદિર પણ 12 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી બંધ રહેશે.

નર્મદા જિલ્લામાં વધતા કોરોનાના કેસના પગલે હરસિદ્ધ માતાજી મંદિર અને કાળકા માતાજી મંદિર 10 દિવસ માટે બંધ રહેશે. રાજપીપલા શહેરમાં આવેલ કાળકા માતાજીનું મંદિર ચૈત્રી નવરાત્રીમાં બંધ રહેશે. કાળકા માતાજી મંદિરે ભરાતો મેળો પણ રદ કરવામાં આવ્યો છે. રાજપીપલા માં 405 વર્ષ પુરાણું ઐતિહાસિક હરિસિદ્ધિ માતાજીનું મંદિર પણ 12 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી બંધ રહેશે.

(10:50 am IST)