ગુજરાત
News of Monday, 12th April 2021

અમદાવાદમાં કોરોના કેસમાં ભયંકર વધારો : મનપાએ કોરોના દર્દીઓ માટે વધુ 39 હોસ્પિટલો ડેડિકેટ કરીને 618 બેડ વધાર્યા

આઇસોળેસન વોર્ડ માટે 6500 જ્યારે એચ.ડી.યુ માટે 8000 હજાર પ્રતિ દિન ચાર્જ વસૂલવાનો રહેશે

અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાનાં દર્દીઓ માટે 618 બેડનો વધારો કરવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે 39 હોસ્પિટલોને કોવિડ માટે ડેડીકેટેડ કરીને 618 બેડ વધારવામાં આવ્યા છે. ડેડીકેટેડ કેર હોસ્પિટલમાં હાલમાં જે અન્ય દર્દીઓ છે તેમને ડિસ્ચાર્જ આપ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ પેશન્ટને દાખલ કરવાના રહેશે. ડેડીકેટેડ કોવીડ હેલ્થ કેર સેન્ટરમાં નક્કી કરેલ ગાઇડ લાઇન અનુસાર સારવાર કરવાની રહેશે. તેમજ નક્કી કરેલ ચાર્જ વસૂલ કરવાનો રહેશે. આઇસોળેસન વોર્ડ માટે 6500 જ્યારે એચ.ડી.યુ માટે 8000 હજાર પ્રતિ દિન ચાર્જ વસૂલવાનો રહેશે.

આગામી સમય દરમ્યાન જે કોઈ નર્સિંગ/ હોમ હોસ્પિટલ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જોડાવા માગતા હોય તેઓની અરજી મેળવીને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવશે.

(10:43 pm IST)