ગુજરાત
News of Monday, 12th April 2021

અમદાવાદમાં વધુ 36 એરિયાને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા :કુલ 390 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

બોપલ વિસ્તારની ગાર્ડન પરેડાઇસ સોસાયટીમાં કોરોનાનો રાફડો ફાટ્યો :1400 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા મુકાયા

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, રોજ કોરોનાના નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાય છે. શહેરમા સંક્રમણ હવે બેકાબુ બનતું જોવા મળી રહ્યું છે. શહેરમાં આજે 36 એરિયાને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. શહેરમાં 390 માઈક્રો કન્ટેન્ટ એરિયા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 36 વિસ્તારને માઈક્રો ક્નટેન્મેન્ટ તરીકે જાહેર કર્યા છે જ્યારે ત્રણ એરિયાને માઈક્રો કન્ટેન્ટમેન્ટ માંથી દૂર કરવામાં આવ્યા છે.

શહેરમાં બોપલ અને ચાંદલોડિયામાં એવી સોસાયટી છે કે જ્યાં આખીને આખી સોસાયટીને જ માઈક્રો કન્ટેન્ટ એરિયામાં મૂકવામાં આવી છે. જ્યારે અન્ય સોસાયટીમાં કેટલાક બ્લોક અથવા ફ્લોર માઈક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં બોપલની ગાર્ડન પેરડાઇસ સોસાયટીમાં સૌથી વધુ 1400 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા મૂકવામાં આવ્યા છે.

બોપલ વિસ્તારની ગાર્ડન પરેડાઇસ સોસાયટીમાં કોરોનાના કેસોનો રાફડો ફાટી નિકળતા આખી સોસાયટીને માઈક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં મૂકવામાં આવી છે સોસાયટીના 350 મકાનોમાં રહેતા 580 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મૂક્યા છે.
આ ઉપરાંત ચાંદલોડિયાની શુભ મંગલ સોસાયટીમાં પણ કેશો ફાટી નિકળતા આખી સોસાયટીને મેં કન્ટેન્ટ એરિયામાં મૂકી દેવામાં આવી છે સોસાયટીમાં 101 મકાનમાં 344 લોકોને માઈક્રો કન્ટેન્ટમન્ટમાં મૂક્યા છે.

 

(10:11 pm IST)