ગુજરાત
News of Monday, 12th April 2021

નરોડામાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ : ચાર જણની ધરપકડ

હોટલમાંથી એક યુવતીને છોડવાઈ : પોલીસે હોટેલના માલિક સહિત કુલ ૪ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ : પોલીસને મોટી સફળતા મળી

અમદાવાદ, તા. ૬ : અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ સ્પા ચાલે છે. પરંતુ કેટલીક જગ્યાએ સ્પાના નામે ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો પણ ચાલે છે.હાલમાં થોડા દિવસ પહેલા સોલા પોલીસે રોડ પર બીભત્સ ચેન ચાળા કરતી ૧૫ રૂપલલનાઓ ની પણ ધરપકડ કરી હતી. ત્યારે શહેર ના નરોડા વિસ્તાર માં થી પણ પોલીસે એવાજ ૨ દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને સ્પાના નામે ચાલતા દેહ વેપાર નો પર્દાફાશ કરવા માં આવેલો. જોકે ફરી વાર નરોડા પોલીસે આવાજ એક દેહવેપારનાં રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ૪ લોકોની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે ગેલેક્ષી એવન્યૂ કોમ્પ્લેક્સમાં આવેલ હોટેલ રોયલ એપેલમાં બહારથી યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો કરવામાં આવી રહ્યો છે અને જે માહિતીના આધારેના નામે પોલીસે કાર્યવાહી શરૂ કરી અને હોટેલમાંથી એક યુવતીને છોડાવી ૪ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે હોટેલના માલિક શ્યામ ચૌધરી,જય પટેલ,પ્રકાશ પરમાર અને કિશન મીણ સહિત કુલ ૪ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..પોલીસે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટ ની કલમ ૩,૪,૫,૭ મુજબ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ લોકો કેટલા સમયથી આ પ્રકારનો વેપાર કરી રહ્યા હતા.

હોટલ સંચાલકો આ યુવતીઓ સિવાય અન્ય યુવતીઓને પણ હોટેલમાં બોલાવતા હતા કે કેમ મહત્વનું છે કે હોટેલ માંથી કોંડંમ સહિત અન્ય મુદ્દામાલ પણ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે છેલ્લા ૧૫ દિવસમાં ત્રીજો દેહવેપારનો કેસ નરોડા પોલીસે દ્વારા કરવા માં આવેલ છે.

(9:10 pm IST)