ગુજરાત
News of Friday, 12th April 2019

ડીસા પંથકના ભાજપના ડે,સરપંચ સામે એકાંતમાં લઇ જઈને બીભત્સ માંગણી કર્યાની યુવતીએ કરી ફરિયાદ

ડિસાનાં ગેનાજી ગોળિયાનાં ડેપ્યુટી સરપંચ સામે યુવતીએ નોંધાવી ફરિયાદ

બનાસકાંઠા:ડિસાનાં ગેનાજી ગોળિયાનાં ડેપ્યુટી સરપંચ સામે યુવતીએ એકાંતનાં સ્થળે લઇ જઇને બીભત્સ માંગણી કરવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ આ મામલામાં સ્થાનિક પોસીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

   ગેનાજી ગોળીયાના ડેપ્યુટી સરપંચ મહેશ માળી સામે ફરિયાદ નોંધાઇ છે. સરપંચે કોલેજમાં સુપરવાઈઝર તરીકે રહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પહેલા મિત્રતા કેળવીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીએ સરપંચ પર આરોપ લગાવ્યો છે કે તે યુવતીને એકાંત સ્થળે લઈ જઈને બીભત્સ માંગણીઓ કરતો હતો.

  યુવતીની ફરિયાદ મુજબ જો તેની માંગણીઓ યુવતી ન માને તો બંન્નેની સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો. ચૂંટણીનાં માહોલ દરમિયાન ભાજપનાં ડેપ્યુટી સરપંચ સામે ફરિયાદ નોંધાતા રાજકારણ પણ ગરમાયું છે

(12:40 pm IST)