ગુજરાત
News of Monday, 12th March 2018

વડોદરાના સુભાનપુરામાં છ દુકાનો ખાલી કરાવતા સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે મારામારી :પીએસીઆઇએ રિવોલ્વર ઉગામી

હાઈકોર્ટેમાં તારીખ હોવાથી કોર્ટનું અપમાન કરીને ડીમોલેશનની કામગીરી:અધિકારીએ કોર્ટના હુકમનું પાલન કર્યું નથી તેથી કોર્પોરેશન સામે કેસ કરવા ચીમકી

વડોદરા:શહેરના સુભાનપુરા વિસ્તારમાં અમુલ એપાર્ટમેન્ટની છ દુકાનો ખાલી કરાવતા સમયે સ્થાનિક અને પોલીસ વચ્ચે મારામારી થઈ હતી કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે દુકાનો ખાલી કરાવવા ગયા ત્યારે સ્થાનિકોએ દુકાનો ખાલી કરવાનો ઈન્કાર કરી દુકાનની અંદર બેસી ગયા હતા. જે બાદ PSI સહિતના અધિકારીઓ તેમને હટાવવી રહ્યા હતા. આ દરમિયાન PSIના વલણને લઈને રોષે ભરાયેલા સ્થાનિકોએ PSIને માર માર્યો હતો. જોકે રોષે ભરાયેલા PSIએ એક સમયે પોતાની પિસ્તોલ લોકો સામે ધરી લીધી હતી.

    સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે,  હાઈકોર્ટેમાં તારીખ હોવાથી કોર્ટનું અપમાન કરીને ડીમોલેશનની કામગીરી કરવામાં આવી. લેટર હોવા છતાં અધિકારીએ કોર્ટના હુકમનું પાલન કર્યું નથી. તેથી આગામી દિવસોમાં કોર્પોરેશન સામે કેસ કરવામાં આવશે.

(8:56 pm IST)