ગુજરાત
News of Tuesday, 12th February 2019

અમદાવાદમાં રાજપથ ક્લબ ફરીવાર ચર્ચાના ચકડોળે :સૌથી મોટી વિન્ટર બમ્પર હાઉસી રદ

12 કાર સહિત ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટુરના વાઉચર સહિત મોટા ઈનામો હતા

 

અમદાવાદમાં રાજપથ ક્લબ ફરીવાર ચર્ચાના ચકડોળે ચડી છે રાજપથ ક્લબમાં આગામી  23 ફેબ્રુઆરીએ દોઢ કરોડના ઈનામો સાથે સૌથી મોટી વિન્ટર હાઉસીનું આયોજન કરાયું હતું જે રદ કરવામાં આવ્યું છે. 12 કાર સહિત ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટુરના વાઉચર સહિતના મોટા ઈનામો રાખવામાં આવ્યા હતા. એવું મનાય છે કે અપૂરતી વ્યવસ્થાને કારણે ક્લબની સૌથી મોટી વિન્ટર બમ્પર હાઉસી રદ થઈ છે. બીજીતરફ હાઉસી રદ થવા પાછળ 38 સભ્યોના કૌભાંડનું કારણ જવાબદાર હોવાની ચર્ચા છે. અને તેઓ હાઉસી રમવા ગેરકાયદે ઠર્યા હતા. ત્યારે વિવાદ રોકવા હાઉસી કેન્સલ થઈ હોવાની ક્લબ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

(12:58 am IST)