ગુજરાત
News of Tuesday, 12th February 2019

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનને કેન્દ્રની મંજૂરી : 5523 કરોડનો ખર્ચ કરાશે

ફેસ-2નું કામ પૂરું થયા બાદ મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરાશે

 

અમદાવાદ :ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને કેન્દ્રમાંથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડાવવાની મંજૂરી મળી ગઇ છે. અમદાવાદ મેટ્રોના ફેસ-2માં વાસણા એપીએમસીથી લઇને મોટેરા સુધીનું કામ પુર્ણ થયા બાદ મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરાશે. ખાસ કરીને રૂટ વિદ્યાર્થીઓ માટે લાભદાયી નિવડશે.

અમદાવાદ મેટ્રોનો પ્રથમ ફેસ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી આગામી માર્ચ મહિનામાં શરૂ કરી દેવાનું આયોજન કરાયુ છે ત્યારે મેટ્રોના ફેસ-2માં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની પણ મંજૂરી મળી ગઇ છે. ફેસ-2 28.5 કિ.મીનો રહેશે જેમાં 20 સ્ટેશનનો સમાવેશ થશે. જેની પાછળ રૂ.5523 કરોડનો ખર્ચ થશે.

ફેસ-2માં પીડીપીયુ, ઇન્ફોસીટી, કોબા, જીએનએલયુ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, રાયસણ, રાંદેસણ, સચિવાલય, તપોવન સર્કલ, મહાત્મા મંદીર જેવા સંભવિત રૂટનો સમાવેશ થાય છે આમ રૂટ પર એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટનો સમાવેશ થતો હોવાથી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે.

(12:09 am IST)