ગુજરાત
News of Tuesday, 12th February 2019

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં કેટલીક દિવાલોમાં સાંસદ બદલોના લખાણ :રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ

 

અમદાવાદના એલીસ બ્રીજ વિસ્તારમાં કેટલીક દિવાલ પર સાંસદ બદલોનું લખાણ લખવામાં આવ્યું છે. સૂત્રો અમદાવાદના સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકીની સામે લાગ્યા છે. અમદાવાદ પશ્ચિમ સુરક્ષા સમિતિએ સાંસદ બદલોનું લખાણ દિવાલ પર કરીને સાંસદ કિરીટ સોલંકી સામે વિરોધ દર્શાવ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસમાં નવા જૂની થઇ રહી છે

  અત્રે  ઉલ્લેખનીય છે કે, કિરીટ સોલંકી છેલ્લી બે ટર્મથી લોકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા આવે છે ત્યારે અત્યારથી તેમની સામે વિરોધના સુર ઉઠતા ચૂંટણીમાં તેમણે ટિકિટ આપવામાં આવશે તો કંઇક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

(11:53 pm IST)