ગુજરાત
News of Tuesday, 12th February 2019

ગાંધીનગરમાં સિરિયલ કિલરમાં મામલે શંકાસ્પદ વ્યક્તિના કથિત સીસીટીવી ફૂટેજના આધારે પેટ્રોલિંગ શરૂ

ગાંધીનગરમાં ત્રણ હત્યા કરનાર સિરીયલ કિલર મામલે પોલીસે મેળવેલા સીસીટીવીમાં એક શકમંદ વ્યક્તિ દેખાયો છે. બે દિવસ પહેલા તે જ વ્યક્તિનો સ્કેચ તૈયાર કરાયો હતો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધુ છે.

    આ હત્યારાને પકડવા માટે જિલ્લા પોલીસવડાએ એસઆઈટી બનાવી છે. તપાસ ટીમની રચનાના 15 દિવસ બાદ પણ પોલીસ હજી સુધી હત્યારા સુધી પહોંચી શકી નથી. સિરીયલ કિલર સુધી હજી સુધી ન પોહચતા હવે ગાંધીનગર પોલીસે ચોથી હત્યા ન થાય તે માટે પેટ્રોલિંગ અને બંદોબસ્ત કરવાનું શરૂ કર્યું છે.
આરોપીને પકડવા  ટીમો ગાંધીનગર અને અમદાવાદમાં સીરિયલ કિલરની તપાસ કરી રહી છે. પોલીસને જે સિરીયલ કિલરના સીસીટીવી મળ્યા છે તેમાં રાની નામનો વ્યંઢળ નજરે પડે છે. પોલીસને આશંકા છે કે રાની જ હત્યાની ઘટનાઓને અંજામ આપતો હોઈ શકે છે

(11:08 pm IST)