ગુજરાત
News of Tuesday, 12th February 2019

સુરત: કાપોદ્રામાં બેકાર હીરાના ધંધાર્થીનું અપહરણ કરી 24 લાખની ખંડણીની માંગણી

સુરત:કોઈ નાણાંકીય લેતી દેતી હોવા છતાં કાપોદ્રામાં ગતરોજ હીરામાં રફ ની લે વેચ કરતા પરંતુ હાલ બેકાર યુવાનનું કારમાં અપહરણ કરી રૂ.૨૪ લાખની માંગણી કરી માર મારનાર ત્રણની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે કે ઘટનામાં યુવાનને તેઓ માર મારતા હતા ત્યારે એક અજાણ્યો આવતા તેને પોલીસ સમજી બેકાર યુવાનને જવા દેતા તે પોલીસ પાસે પહોંચ્યો હતો અને ત્રણેય ઝડપાઇ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરનો વતની અને સુરતમાં છાપરાભાઠા વરીયાવ રોડ તાડવાડી સ્થિત શ્રૂંગલ હોમ્સ સી/૪૦૩ માં રહેતો ૩૩ વર્ષીય વિનુ રામજીભાઈ વાઘાણી અગાઉ રફ હીરાની લે-વેચ કરતો  પણ નુક્સાન જતા મહિનાથી ધંધો બંધ કરી હાલ બેકાર છે. ધંધા વેળા દોઢ વર્ષ પહેલા તેની ઓળખ  જીગ્નેશ તુલસીભાઈ કેવડીયા ( રહે. ૪૯, રૂપાલી સોસાયટી, હીરાબાગ, કાપોદ્રા, સુરત ) સાથે થઈ હતી. કાલે વિનુ મુંબઇથી આવેલા મિત્ર સંદિપ ધામેલીયા સાથે કાકાના કારખાને હતો ત્યારે બે વાગ્યે જીગ્નેશ કેવડીયાનો કોલ આવતા સંદિપ સાથે તેને મળવા હીરાબાગ સ્થિત રોમન પોઇન્ટ પાસે ગયો હતો. 

(6:14 pm IST)