ગુજરાત
News of Tuesday, 12th February 2019

સુરતમાં નારીસુરક્ષા ગૃહમાં અગમ્ય કારણોસર યુવતીની ફાસો ખાધેલ હાલતમાં લાશ મળી આવતા તપાસ શરૂ

સુરત:ઘોડદોડ રોડ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં આજે સવારે યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કતારગામ માં રહેતી યુવતીએ પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાની શક્યતા છે. શનિવારે રાતે નારીગૃહમાં ખસેડાયેલી યુવતિએ સોમવારે સવારે જીવન ટુંકાવી લીધું હતું.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય રાની (નામ બદલ્યું છે) ની થોડાક માસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષીય યુવક સાથે આંખ મળી ગઈ હતી. પરિવારને પ્રેમસબંધ મંજુર નહોતો પણ તેઓ તેમની જાહ બહાર મળતા હતા. ગત તા.૫મીના રોજ પ્રેમીપંખીડા ભાગી જતા રાનીના પરિવારે કતારગામ પોલીસ મથકે યુવતિ ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

 

(6:14 pm IST)