ગુજરાત
News of Tuesday, 12th February 2019

કેનેડામાં રહેતી મહિલા સહીત ચાર ભાઈ-બહેનની સહી કરાવી કાકાએ મિલ્કતનો હિસ્સો વેચી કાઢતા ફરિયાદ

સુરત:કેનેડામાં રહેતી મૂળ કામરેજના વાલક ગામની મહિલાની તેમજ તેના ચાર ભાઈ - બહેનની બોગસ સહી કરી સગા કાકાએ ગામની મિલકત બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વેચી નાખી તેમને હિસ્સો નહીં આપતા એનઆરઆઈ મહિલાએ સરથાણા પોલીસ મથકમાં સગા કાકા અને તેમને મદદ કરનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ કેનેડાના ટોરેન્ટો ખાતે રહેતા મૂળ કામરેજના વાલક ગામના મસ્જીદ ફળિયાના વતની જોહરાબેન નુરૂલભાઇ મહિડાની પૈતૃક મિલ્કત કામરેજના વાલક ગામની સીમમાં આવેલી છે. જોકે, કામરેજના ખોલવડ ગામમાં નવા ફળિયામાં રહેતા સગા કાકા રસુલભાઇ ભીખાભાઈ મહિડાએ ૧૨ વર્ષ અગાઉ પૈતૃક મિલ્કત જોહરાબેન અને તેમના ચાર ભાઈ-બહેનોની બોગસ સહી કરી તેના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હતી અને બાદમાં વેચી નાખી હતી. રસુલ ભાઈએ વેચેલી મિલકતમાંથી જોહરાબેન અને તેમના ચાર ભાઈ-બહેનોને હિસ્સો પણ આપ્યો હતો. છેતરપિંડીની ઘટનામાં સાક્ષી તરીકે કનકસિંહ રામસિંહ કોસાડાએ સહી કરી હતી.

 

 

(6:13 pm IST)