ગુજરાત
News of Tuesday, 12th February 2019

આણંદ નજીક વિદ્યાનગરમાં એન.આઈ.આરના મકાનમાં મહિલાને ચપ્પુની અણીએ રાખી તસ્કરોએ લાખોની મતાની લૂંટ ચલાવી

આણંદ: પાસેના વિદ્યાનગરના વિનુકાકા માર્ગ પર આવેલ એક રહેણાંક સોસાયટી ખાતે આજે વહેલી પરોઢના સુમારે હથિયારોથી સજ્જ થયેલ લુટારૂં ટોળકી ત્રાટકી હતી. લુટારૂંઓએ એક એનઆરઆઈના મકાનમાં ઘુસી જઈ મહિલાને છરી બતાવી મકાનમાંથી લાખ્ખો રૂપિયાની ચોરી કરી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. 

જ્યારે નજીકમાં આવેલ અન્ય એક મકાનને પણ લુટારૂં ટોળકીએ નિશાન બનાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે હાલ તો બનાવ અંગે વિદ્યાનગર પોલીસ તથા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે. 

 

 

(6:12 pm IST)