ગુજરાત
News of Tuesday, 12th February 2019

પેટલાદની કેનાલમાં ઝેરી કેમિકલની ટેન્કર ખાલી કરાતા સ્થાનિક ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો

પેટલાદ: ખાતેની શાખા કેનાલમાં છેલ્લા ઘણા વખતથી કેટલાક તત્વો દ્વારા ઝેરી કેમીકલ ભરેલી ટેંન્કરો ખાલી કરી પાણી પ્રદુષીત કરવામાં આવી રહ્યું હોવાનો રોષ સ્થાનીક ખેડુતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર સામરખા, બોરીયાવી, રાવળાપુરા પંથકમાંથી પસાર થઈ પેટલાદ તરફ જતી પેટલાદ શાખા કેનાલમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક અસામાજીક તત્વો દ્વારા રાત્રી દરમ્યાન કેમીકલયુક્ત કલરવાળું પાણી પધારવીને પાણીને પ્રદુષીત કરવામાં આવી રહ્યું છે જેના કારણે ખેડુતોની ખેતી ઉપર અસર થઈ રહી છે.


 પ્રદુષીત પાણીની સિંચાઈ કરતાં ખેડુતોની ખેતી ઉપર અસર થઈ રહી છે. પ્રદુષીત પાણીની સિંચાઈ કરતાં ખેડુતોનો લાખ્ખોના પાકને નુકશાન થવાની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. મોટાભાગે મોડી રાત્રી દરમ્યાન કેટલાક તત્વો દ્વારા કેમીકલયુક્ત પાણીની ટેંકરો શાખા કેનાલમાં ખાલી કરવામાં આવે છે. 

(6:12 pm IST)