વડોદરામાં નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનાર વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા:કારના ઓવરટેક જેવા નજીવી બાબતે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરી સોનાની ચેઇન અને રોકડા રૃપિયા લૂંટી લેવાના ગુનામાં પકડાયેલા બે આરોપીઓએ જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, જૂના પાદરા રોડ સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતો સ્મિત છગનભાઇ આરદેશણા અને તેના મિત્રો બીએમડબલ્યુ કાર લઇને ગત ૧૩મી જાન્યુઆરીએ રાત્રે સાડા દશ વાગ્યે દિવાળીપુરાથી ઘડિયાળ સર્કલ તરફ જતા હતા. તે દરમિયાન સુખદીપ, કાર્તિક, હાર્દિક, વૈભવ અને તેના સાગરિતોએ કાર ઓવરટેક કરવા બાબતે સ્મિત સાથે ઝઘડો કર્યો હતો. ગાડીને નુકસાન થયુ હોત તો તારો બાપ પૈસા ભરતો તેમ જણાવીને આરોપીઓએ હુમલો કરીને સુખદીપસીંગે તીક્ષ્ણ હથિયારના બે ફટકા સ્મિતને માથામાં બે ફટકા મારી ઇજાઓ પહોંચાડી હતી તેમજ સોનાની ચેઇન ૧.૬૦ લાખ રૃપિયાની લૂંટી લીધી હતી તેમજ કાભઇ ચૌહાણના પૌત્ર જેસલના ખિસ્સામાંથી રોકડા રૃપિયા પણ લૂંટી લીધા હતા.