ગુજરાત
News of Tuesday, 12th February 2019

વડોદરાના વાઘોડિયામાં બંધ મકાનમાં તસ્કરોએ સવા બે લાખની મતાની તસ્કરી કરી

વડોદરા:વાઘોડિયા રોડ દેવાશિષ ડુપ્લેક્ષમાં રહેતો પરિવાર સોમનાથ ગયા હતા. તે દરમિયાન તસ્કરો બંધ મકાનના તાળા તોડીને સોના ચાંદીના દાગીના તથા રોકડા રૃપિયા મળીને સવા બે લાખની, મત્તા ચોરી ગયા હતા.

અંગેની વિગત એવી છે કે ડભોઈ-વાઘોડીયા રીંગ રોડ પર દેવાશિષ ડુપ્લેક્ષમાં રહેતા દક્ષેશ પ્રભુદાસ પટેલ સારાભાઈ કંપાઉન્ડમાં આવેલી જેકોલ્સમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે  છે. ગત ૮મી તારીખે તેઓ પરિવાર સાથે સોમનાથ ગયા હતા.  દરમિયાન તેમના તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું ઈન્ટરલોક તોડીને તસ્કરો ઘરમાંથી સોનાની ત્રણ ચેન, ફેન્સીમાળા, ત્રણ વીંટીઓ, બે જોડ બુટ્ટીઓ, પેન્ડલ, ચાંદીના  પાયલ, વિગેરે દાગીના તથા રોકડા રૃપિયા ૩૫ હજાર મળીને કુલ રૃપિયા ૨,૨૨,૫૦૦ની મત્તા ચોરી ગયા હતા. જે અંગે પાડોશીએ જાણ કરતા દક્ષેશ પટેલ સોમનાથથી પરત આવ્યા હતા. અને ચોરીની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે તસ્કરોનું પગેરૃ મેળવવા માટે ડોગ સ્કવોર્ડ અને  ફિંગર પ્રિન્ટ એક્ષપર્ટની મદદ લીધી હતી.

(6:10 pm IST)