ગુજરાત
News of Tuesday, 12th February 2019

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નાના અને સિમાંત ખેડૂતોને મળશે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે સો ટકા કેન્દ્ર સહાય યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના નાના અને સીમાંત ખેડૂત પરિવારને જ લાગુ પડશે

આ યોજનામાં કુલ વાવેતર હેઠળની વધુમાં વધુ બે હેકટર જમીન ધરાવતા ખેડૂત પરિવારને પરિવાર દીઠ પ્રતિ વર્ષ રૂ. ૬૦૦૦ ની મર્યાદામાં ત્રણ હપ્તામાં દર ચાર મહિને લાભ આપવામાં આવશે. પ્રથમ હપ્તા તરીકે તા. ૦૧/૧૨/૨૦૧૯ થી તા. ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે.

આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂત પરિવારની વ્યાખ્યા પરિવાર એટલે કે પતિ પત્ની અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ સંયુકત રીતે પોતાની સુધી ખેતીલાયક જમીન ધરાવતા હોય તેવા નાના અને સીમાંત ખેડૂત પરિવાર તરીકે ગણાશે ૦૧/૦૨/૨૦૧૯ ની સ્થિતિએ રેવન્યુ રેકર્ડ પર જમીન ધારક તરીકે જેમના નામ નોંધાયેલા છે તેઓને જ લાભ મળવાપાત્ર છે.

સંસ્થાકીય જમીન ધારક (ઈન્સ્ટીટ્યુટસનલ), જમીન ધારક ખેડૂત પરિવાર પાસે અથવા ખેડૂત પરિવારના સમાવિષ્ટ વ્યકિતઓની સંયુકત માલિકી હેઠળ કુલ બે હેકટર કરતા વધુ જમીન હોય, ખેડૂત પરિવારના કોઈ એક અથવા વધુ તેથી સભ્યો નીચેની કેટેગરીમાં આવતા હોય, વર્તમાન સમયમાં કે ભૂતપૂર્વ બંધારણીય હોદ્દો ધરાવતી વ્યકિત, વર્તમાન કે ભૂતપૂર્વ મંત્રીશ્રી, કેબિનેટ કે રાજય મંત્રીશ્રી, વર્તમાન લોકસભા, રાજયસભા, વિધાનસભા, વિધાનસભાઙ્ગકાઉન્સિલના સભ્યો તમામ, વર્તમાન કે ભૂતપૂર્વ મહાનગરપાલિકાના મેયર, વર્તમાન કે ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત સેવારત અને નિવૃત (તમામ) - કેન્દ્ર અને રાજય સરકારના મંત્રાલય/કચેરીઓ/વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજય સરકાર હસ્તકના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજય સરકાર હસ્તકની તમામ સ્વાયત અને સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમીત (મલ્ટીટાસ્કીંગ સ્ટાફ/વર્ગ-૪/ગુપ-ડી સિવાયના) તમામ અધિકારી કર્મચારીને આ યોજનાનો લાભ નહીં મળે. (૩૭.૭)

:: આલેખન :: દર્શન ત્રિવેદી મો. ૯૯૨૫૪ ૯૩૮૯૪

(3:32 pm IST)