ગુજરાત
News of Tuesday, 12th February 2019

સરકારે ૨,૦૯,૦૧૬ ખેડૂતો પાસેથી રૂ.૨૧૧૦ કરોડની મગફળી ખરીદી

આજે ટેકાના ભાવે ખરીદીનો છેલ્લો દિ': ૧,૮૩,૮૦૭ ખેડૂતોને રૂ. ૧૮૩૪ કરોડ ચૂકવાયા

રાજકોટ, તા. ૧૨ :. રાજ્ય સરકારે લાભ પાંચમથી શરૂ કરેલી ટેકાના ભાવે મગફળીની ખરીદી આજે પૂર્ણ થઈ રહી છે. હવે નાફેડ દ્વારા મગફળીના નિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળીમાંથી તેલ કાઢવાનો નિર્ણય થયાનું સરકારી વર્તુળો નકારે છે.

સરકારે ૧૫ નવેમ્બર લાભ પાંચમથી રાજ્યના ૧૨૨ માર્કેટયાર્ડમાં કેન્દ્ર ખોલી મગફળીની ખરીદી શરૂ કરેલ. આજે બપોર સુધીમાં ૨,૦૯,૦૧૬ ખેડૂતો પાસેથી ૪૨૨૬૦૦૧ કવીન્ટલ મગફળી ખરીદી લીધી છે. જેની કિંમત ૨૧૧૩ કરોડ થાય છે. સરકારે ૧૮૩૮૦૭ ખેડૂતોને રૂ. ૧૮૩૪ કરોડ ચૂકવી દીધા છે. બાકીના ખેડૂતોને ચુકવણુ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે. નવેમ્બર મહિનામાં સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ખેડૂતોને મગફળી વેચવા માટે આવકાર્યા હતા. અમુક છૂટાછવાયા હોબાળાને બાદ કરતા મગફળી ખરીદીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી છે.(૨-૨૧)

 

(3:30 pm IST)