ગુજરાત
News of Tuesday, 12th February 2019

મુખ્યમંત્રી અમૃતમ (મા) કાર્ડ માટે આવક મર્યાદા ૫ લાખ કરાશે

વડોદરામાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલની જાહેરાત

રાજકોટ, તા. ૧ર :  રાજય સરકાર દ્વારા ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને ગંભીર રોગમાં અપાતી મુખ્યમંત્રી અમૃતમ (મા) કાર્ડની યોજનામાં લાભાર્થીની આવક મર્યાદા ૩ લાખમાંથી વધારીને રૂ. પ લાખ કરવાનું આરોગ્ય ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે કરી છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે પુછેલા વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ફેન  કલબ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિ નીમિત્તે ભાવાંજલી રૂપે યોજાયેલા કાર્યક્રમમાં ૪.૪૦૦ લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે મા કાર્ડ ધારકને ખાનગી હોસ્પીટલમાં રૂ. ૩ લાખની મર્યાદા સુધી વિનામૂલ્યે ટ્રીટમેન્ટ કરાવી શકે છે. પરંતુ હવે આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂ. પ લાખની મર્યાદામાં ફ્રી ટ્રીટમેન્ટ મળશે. મેડિકલ ટ્રીટમેન્ટની મર્યાદા રૂ. ૩ લાખથી વધીને પ લાખ કરાતાં લોકનું બજેટ પુરાંતમાં આવશે જેનો સીધો લાભ રાજયના ર.૪૪ કરોડ લાભાર્થીઓને મળશે. (૯.પ)

 

(1:37 pm IST)