ગુજરાત
News of Tuesday, 12th February 2019

ડીસા માર્કેટયાર્ડમાં મગફળી ખરીદ કેન્દ્રમાં નિગમના મજૂરો અને યાર્ડ મજુર એસો, વચ્ચે ઝપાઝપી સર્જાઈ

કેન્દ્ર પર નાફેડ દ્રારા ભેદભાવ ભરી નીતિ અપનાવતા હોવાના આક્ષેપો

ડીસા માર્કેટયાર્ડમાં મગફળી ખરીદ કેન્દ્ર ખાતે નિગમના મજૂરો અને માર્કેટયાર્ડ મંજુર એસોસીએશન વચ્ચે ઝપાઝપી સર્જાતા અફડાતફડી સર્જાઈ હતી.પરિણામે ખરીદ કેન્દ્ર મગફળીની ખરીદી બંધ કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતો અટવાયા હતા

 ડીસા માર્કેટયાર્ડ ખાતે નાફેડ દ્રારા સેમ્પલો લઈ ખરીદી કરવામાં આવી છે ત્યારે ડીસા માર્કેટયાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્ર પર નિગમના મજૂરો અને માર્કેટયાર્ડના મજૂરો વચ્ચે સામાન્ય બાબતે રકઝક સર્જાઈ હતી.જોકે મામલો બીચકતા મજૂરોમાં વિવાદ સર્જાતા મજૂરો આમને સાંમને આવી ગયા હતા અને મજૂરો બાખડયા હતા

   .બનાવના પગલે ઉત્તેજના ભર્યો માહોલ સર્જાયો હતો.પરિણામે ખરીદ કેન્દ્ર પર મગફળી ખરીદવાનું બંધ કરાતા ખેડૂતો અટવાયા હતા.જોકે સોમવારે મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરવામાં આવતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો.જોકે અગાઉ પણ ખેડૂતોએ ખરીદ કેન્દ્ર પર નાફેડ દ્રારા ભેદભાવ ભરી નીતિ અપનાવતા હોવાના આક્ષેપો કર્યા છે.ત્યારે ઉચ્ચ અધિકારી દ્રારા મગફળી ખરીદ કેન્દ્ર પર તટસ્થ તપાસ હાથ ધરાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે…

(8:03 pm IST)