ગુજરાત
News of Monday, 12th February 2018

શા. ભકિતપ્રિયદાસજી સ્વામી દ્વારા ગઢપુર પાસે જે શિક્ષાપત્રી મંદિર આકાર લઇ રહેલ છે તે સ્વામિનારાયણ સંપ્રદાય માટે મોટુ ગૌરવ છે

વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ગઢપુર પાસે નવ નિર્માણ પામી રહેલ શિક્ષાપત્રી મંદિરમાં પ્રથમ સ્થંભ સ્થાપન તથા ૫૫૦ પરમહંસો દ્વારા આચાર્ય મહારાજનું ભાવ પુજન તથા શાકોત્સવ

ગઢડા તા. ૧૧ ગઢડા નજીક બોટાદ રોડ ઉપર, શા. સ્વામી શ્રી ભકિતપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે  નવનિર્માણ પામી રહેલ શિક્ષાપત્રી મંદિર ઉપરના શિખર ભાગે પ્રથમ સ્થંભ સ્થાપન, વેદોક્ત વિધિથી વડતાલ પીઠાધિપતિ પ.પુ.૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ૫૫૦ પરમહંસો, સાંખ્યયોગી બહેનો અને ૫૦૦૦ ભાવિક ભકતોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીસ્વામિનારાયણના જયનાદ સાથે  કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા પુ.આચાર્ય મહારાજે જણાવ્યું હતુ કે આજનો પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવનો છે. જે શિક્ષાપત્રીનું લેખન સ્વયં શ્રીસ્વામિનારાયણ ભગવાન કરેલ છે. ખરેખર શિક્ષાપત્રી ગાગરમાં સાગર છે જેમાં સર્વજીવહિતાવહ સંદેશાઓ સમાયેલ છે. આજે અમોને સંપ્રદાયના ધામ ધામથી આવેલ ૫૦૦ ઉપરાંત વિદ્વાન અને તપસ્વી સંતોના દર્શન થઇ રહ્યા છે તે અમારું મોટું ભાગ્ય છે. જેને અંતકાળે આ દર્શન યાદ આવી જાય તો તે જીવ ભગવાનના ધામમાં જાય.

    આ મંદિર નિર્માણમાં ભક્તિપ્રિયદાસજી સ્વામી સખત પુરુષાર્થ કરી રહ્યા છે તેને ધન્યવાદ છે તે ખરેખર નિર્માની સંત છે. આ મંદિર નિર્માણમાં મહેશભાઇ ભોજાણી, રાજુભાઇ ભોજાણી, દિલીપભાઇ ભોજાણી  પરિવારનો જે સિંહ ફાળો રહેલ છે તે પરિવારને અમારા આશીર્વાદ સાથે અભિનંદન છે.

 આ પ્રસંગે સભાના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર, શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી વડતાલ, સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળ, મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ, પુરાણી ભકિતપ્રિયદાસસજી સ્વામી મહુવા, સ્વામી દેવપ્રકાશદાસજી ચેરમેન વડતાલ, શાસ્ત્રી શ્રી સંત સ્વામી વડતાલ, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી છારોડી, કોઠારી ધર્મપ્રિયદાસજી સ્વામી (બાપુ સ્વામી), પુરાણી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી બોટાદ, પુરાણી કેશવચરણદાસજી સ્વામી વાપી, શાસ્ત્રી માધવદાસજી સ્વામી ઉના, સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી ધોલેરા, શાસ્ત્રી હરિવલ્લભદાસજી સ્વામી રાજકોટ, પુરાણી કેશવપ્રકાશદાસજી સ્વામી મુળી, પુરાણી હરિકૃષ્ણદાસજી સ્વામી વિદ્યામંદિર ગઢડા, સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી વિદ્યા મંદિર ગઢડા, વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું   .

    આ ઉપરાંત સ્વામી કૃષ્ણવલ્લભદાસજી સ્વામી મુળી, શા.ભાનુપ્રસાદદાસજી સ્વામી લાઠીદડ, પુરાણી સ્વયંપ્રકાશદાસજી સ્વામી, શા.ભાનુપ્રસાદદાસજી સ્વામી ડાકોર, શા.ભકિતજીવનદાસજી સ્વામી જસદણ, સ્વામી મોહનપ્રસાદદાસજી સ્વામી ધોરાજી, દેવનદંનદાસજી સ્વામી જુનાગઢ વગેરે મોટી સંખ્યામાં સંતો   તથા ૬૦ ઉપરાંત સાંખ્યાયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા

    ભોજાણી પરિવારના સભ્યોએ તમામ ૫૫૦ સંતોને કુંમકુમનો ચાંદલો કરી ખેસ અર્પણ કરી પૂજન કર્યુ હતું. જ્યારે ભોજાણી પરિવારના બહેનોએ સાંખ્યયોગી બહેનોનું પૂજન કર્યુ હતું.

 સભાનું સંચાલન બોટાદના વિદ્વાન સંત શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ સભાળ્યું હતું.

    અંતમાં શિક્ષાપત્રી મંદિરના પ્રણેતા શા. ભક્તિપ્રિયદાસજી સ્વામીને પૂ. આચાર્ય મહારાજે હાર પહેરાવી શુભાશીર્વાદ આપ્યા હતા.

(1:01 pm IST)