ગુજરાત
News of Sunday, 12th January 2020

વિરમગામ ગાયત્રી મંદિર ખાતે અખંડ આનંદ ગરબામાં 40 મંડળો જોડાયા

વિવિધ ધાર્મિક કાર્યક્રમ, મહાપ્રસાદ સહીત માઇભકતોએ દર્શન, શ્રવણ લાભ લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે શ્રી વલ્લભ ધોળા આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ આનંદના ગરબાનું આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાતભરમાંથી 40 આનંદના ગરબા મંડળોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમ, મહાપ્રસાદ સહીત માઇભકતોએ દર્શન, શ્રવણ લાભ લીધો હતો.

    શ્રી વલ્લભ ધોળા આનંદ ગરબા મંડળ વિરમગામના માઇ ભક્ત અલ્પેશ શાહ અને જીગ્નેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શ્રી વલ્લભ ધોળા આનંદ ગરબા મંડળ વિરમગામ દ્વારા ગાયત્રી મંદિર ખાતે અખંડ આનંદના ગરબાનું આયોજન કરાયુ હતું. જેમાં વિરમગામ, કડી, કલોલ, પાટણ, પેટલાદ, આણંદ, સાણંદ, અમદાવાદ, ખંભાત સહીતના સ્થાનો પરથી 40 મંડળો જોડાયા હતા. વિરમગામમાં મોટી સંખ્યામાં માઇભકતોએ અખંડ આનંદના ગરબાનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

(7:36 pm IST)