ગુજરાત
News of Saturday, 12th January 2019

સુરતની કડોદરા પોલીસે ત્રણ રીઢા બાઈક ચોર ઝડપ્યા : બે બાઈક સાથે 60 હજારનો મુદામાલ જપ્ત

 

સુરતની કડોદરા પોલીસે કડોદરા ચાર રસ્તા નજીકથી ત્રણ રીઢા બાઈક ચોરોની ધરપકડ કરી બે બાઈક જપ્ત કરી હતી. સાથે ૬૦ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો

  અંગે મળતી વિગત મુજબ બંને ચોરો દિવસ દરમિયાન ઔદ્યોગિક એકમ વિસ્તારમાં રેકી કરતા હતા અને નકલી ચાવીનો ઉપયોગ કરી ચોરીને અંજામ આપતા હતા. જો ચાવી ઉપયોગમાં આવે તો બાઈકનું સ્ટિયરિંગ લોક તોડીને પણ બાઇક ચોરી જતા હતા.

(10:16 pm IST)