News of Saturday, 12th January 2019
બનાસકાંઠાના પાલનપુરમાં એક સાથે નવ દુકાનના તાળા તૂટતાં વેપારીઓમાં ફફડાટ: શટર તોડીને કરાયો હતો પ્રયાસ
પાલનપુર:બનાસકાંઠાના પાલનપુરમાં એક સાથે નવ દુકાનના તાળા તુટતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તસ્કરોએ ચોરીના ઈરાદે બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં જુદી જુદી નવ દુકાનના તાળા તોડયા હતા પણ હાથ કં ન લાગતા ફેરો માથે પડયો હતો. પાલનપુર બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં બુધવારની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને જુદી જુદી નવ દુકાનના તાળા અને શટર તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચોરોને કંઈ હાથ ન લાગતા ખાલી હાથે પરત ફરવું પડયું હતું. આ ચોરીના બનાવ અંગે દુકાનદારોને જાણ થતા તેમણે બનાવ અંગે પોલીસને જાણ કરતાં પુર્વ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી બનાવની તપાસ હાથ ધરી હતી.
(6:01 pm IST)