ગુજરાત
News of Saturday, 12th January 2019

પાલનપુર: સરકારી શાળાઓમાં હજુ ઓરડાની હાલત જર્જરિત: બાળકોને બે વર્ષથી ખુલ્લામાં ભણવાની નોબત યથાવત રહી

પાલનપુર:રાજ્ય સરકારે ભણતરના ભાર ઓછા કરવા અનેક નવા નિયમો અમલમાં મુક્યા છે, પરંતુ સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકો અને જર્જરીત ઓરડાની હાલત હજુ સુધારવા આળસ ખંખેરી નથી અને તેની વરવી વાસ્તવિકતા ગામડાઓની સરકારી શાળાઓમાં આજે જોવા મળી રહી છે. ત્યારે હારીજ તાલુકાના ગણેશપુરા ગામ પ્રાથમિક શાળામાં ધો. 1 થી 7 ના બાળકોને અભ્યાસ માટે બેસવા માટે એક રૃમ હોઈ છેલ્લા બે વર્ષથી વર્ગકંડ વગરના બાળકો ભોજનાલયની ખુલ્લા છેડામાં બેસી શિયાળો, ઉનાળો હોય કે ચોમાસુ કપરી પરિસ્થિતિ વેઠી અભ્યાસ કરવા મજબુર બન્યા છે ત્રે શિક્ષણના સુધારાના દાવા કરતી સરકરની પોકળ જાહેરાતોનો દ્રશ્યો ભાંડો ફોડી રહ્યું છે.

હારીજ તાલુકાના ગણેશપુરા ગામે આવેલ પ્રાથમિક સાળા 1980માં કાર્યરત થઈ હતી અને તે સમયે ગામના બાળકોને શિક્ષણ સારી રીતે મળી રહે તે માટે બે ઓરડાનું બાંધકામ કરી શાળાનો પ્રારંભ કર્યો હતો. પરંતુ સમય વિતતા શાળાના બન્ને ઓરડા જર્જરિત હાલતમાં છે ત્યારે એક રૃમ અતિશય જર્જરિત હોઈ બાળકો માથે જોખમ ઉભું થવા પામ્યુ હતું અને જેને લઈ શાળાના આચાર્ય દ્વારા જર્જરિત ઓરડાને ઉતારવા અને નવીન બનાવવા માટે જિલ્લા શિક્ષણ પ્રાથમિક વિભાગમાં માંગણી કરી હતી ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગે ઓરડો ડેમેજ ઉતારવાની કરવાની તો ઝટપટ મંજુરી આપી દીધી છે.

 

(6:01 pm IST)