ગુજરાત
News of Saturday, 12th January 2019

ડીસામાં પોલિસી શરતનો ભંગ જણાવી ક્લેમ નામંજૂર કરતા ગ્રાહકોએ સુરક્ષા મંડળના દરવાજા ખખડાવ્યા

ડીસા:ગ્રાહકના વાહનની અકસ્માત બાદ કંપનીએ પોલીસી શરતનો ભંગ જણાવી વીમા ક્લેમ નામંજૂર કરતા તેઓએ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસામાં ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ ચાલી જતા ગ્રાહક અદાલતે ઈન્સ્યોરન્સ કંપનીને રુ..3,49,218ની રકમ વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો હતો.

અંગેની વિગત જોઈએ તો થરાદ તાલુકાના પીલુડા ગામ ખાતે રહેતા શગથાભાઈ કરશનભાઈ રાજપૂતે તેમના રજીસ્ટ્રેશન વાહનનો ન્યૂ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી વીમો લીધો હતો. તેમની વીમા પોલીસી પણ અમલમાં હતી. જોકે બાદમાં તેમના વાહનનો અકસ્માત સર્જાતા વાહન રિપેર કરાવતા રૃ4,65,624નો ખર્ચ થયો હતો. દરમિયાન વીમા કંપનીએ વીમા પોલિસીની શરત નંબર-8નો ભંગ થયું હોવાનું જણાવી વીમા ક્લેમ નામંજૂર કર્યો હતો.

 

(5:59 pm IST)