ગાંધીનગર: વિદેશી દારૂની હેરાફેરી થતી એલસીબીએ ચિલોડામાંથી 3.31 લાખનો જથ્થો ઝડપ્યો
ગાંધીનગર:શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે એલસીબીએ ગઈકાલે રાત્રે ચિલોડા ગામમાં દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી દારૂ સહિત કુલ ૩.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો ત્યારે દહેગામ પોલીસે વિદેશી દારૂ ભરેલું પીકઅપ ડાલુ ઝડપીને તેમાંથી ર.૪૦ લાખના દારૂ સાથે કુલ ૪.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને ઝડપી લીધો હતો.
ગાંધીનગર જિલ્લામાં હાલ દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એલસીબી પીઆઈ નીરજ પટેલ અને ટીઆર ભટ્ટને સતર્ક રહી જરૂરી કામગીરી કરવા આદેશ અપાયા હતા જે અંતર્ગત એલસીબીના પીએસઆઈ એમ.જે.સીંદે અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો.મહેન્દ્રસિંહ તથા અજયકુમારને બાતમી મળી હતી કે ચિલોડા ગામે રહેતા અંબાલાલ જવાનજી ઠાકોર તથા રવિ ઉર્ફે પપ્પુ પોપટભાઈ ઠાકોર ભેગા મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને હાલ એક કાર નં.જીજે-૦૧-આરએ-૭૧૧૬માં ભરીને અંબાલાલના ઘરે ઉતારવાનો છે.