ગુજરાત
News of Saturday, 12th January 2019

ગાંધીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ શખ્સોને પોલીસે 1.22 લાખના મુદામાલ સાથે ઝડપ્યા

ગાંધીનગર: જિલ્લામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતી ટોળી ઉપર પોલીસ નજર રાખી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે ગઈકાલે સુઘડના પાર્શ્વનાથ એટલેન્ટિક ફલેટમાંથી ક્રિકેટમેચ ઉપર સટ્ટો રમાડતાં ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટીવી તથા વાહન મળી કુલ .રર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને સંદર્ભે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.  

ગાંધીનગર જિલ્લામાં ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિ અટકાવવા માટે એલસીબી પીઆઈ નીરજ પટેલ અને ટીઆર ભટ્ટે સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી ત્યારે કો.સુરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે રવિતીર્થદાસ મછાણી રહે.ડી-૪૦૩, ઓઝોન સીટી નરોડા તથા તેના મિત્રો ધીરજ કનૈયાલાલ તેજવાણી અને પંકજ ઉર્ફે પકુ અરજણદાસ દયાણી સુઘડ પાસે અગોરા મોલની પાછળ આવેલા પાર્શ્વનાથ એટલેન્ટિક ફલેટમાં ઓસ્ટ્રેલિયા ખાતે ચાલતી બીગ એસટી કેએફસી ટૂર્નામેન્ટની બ્રિસ્બન વિરૂધ્ધ મેલબોર્ન રેનીટેસ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડે છે જે બાતમીના આધારે એલસીબી પીઆઈ ટીઆર ભટ્ટ અને સ્ટાફના માણસોએ દરોડો પાડતાં ઉપરોકત આરોપીઓને ઝડપી પાડયા હતા

 

(5:57 pm IST)