ગુજરાત
News of Saturday, 12th January 2019

વડોદરા: બજારમાં ટ્રાફિકમાં અડચણ થનાર વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરનાર કર્મચારી પર ટોળાનો હુમલાનો પ્રયાસ

વડોદરા:ભુતડીઝપા વિસ્તારમાં ભરાતા શુક્રવારી બજારમાં ટ્રાફિક માટે અડચણરૂપ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરનાર ટ્રાફિક ક્રેનના કર્મચારી અને પોલીસ પર હુમલો થતા ટોળા ભેગા થયા હતા.

ટ્રાફિક પોલીસના કર્મચારી અયુબભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે અમારી ડ્યુટી શુક્રવારી બજારમાં હોવાને કારણે અમે આડેધડ પાર્ક કરેલા વાહનો ઉઠાવવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન ત્રણ ટુવ્હીલરના ચાલકોને મેમો આપી દંડ વસૂલ કર્યો હતો.

થોડી વાર બાદ બે યુવકો દોડી આવ્યા હતા. જેમાં એક પાસે પ્લાસ્ટિકની પાઇપ હતી અને તેમણે અમારું વાહન રોકી ગાળાગાળી કરી હતી. હુમલાખોરોએ અહીંથી વાહનો કેમ ઉપાડો છો, તમારી હિંમત કેમ ચાલી તેમ કહી અલ્પેશ નામના શ્રમજીવી પર હુમલો કર્યો હતો. જ્યારે મારી સાથે પણ ઝપાઝપી કરી હતી

 

(5:54 pm IST)