ગુજરાત
News of Saturday, 12th January 2019

ટેનિસમાં રાષ્ટ્રીય ક્ષેત્રે હીરામણિ સ્કુલનો વટ

અમદાવાદઃ સબ જુનીયર ઓલ ઇન્ડીયા સોફટ ટેનીસ અંડર-૧૪ ટુર્નામેન્ટ દેવાસ (મધ્યપ્રદેશ)માં યોજાઇ હતી. જેમાં નંદ અતુલભાઇ પટેલે નેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે અને તા.રપ-૧ર-ર૦૧૮ થી ર-૧-ર૦૧૯ દરમ્યાન ૧ર મી સબબ જુનીયર ઓલ ઇન્ડીયા સોફટ ટેનિસ અન્ડર ૧પ ટુર્નામેન્ટ, ભુવનેશ્વર (ઓરીસ્સા) માં યોજાઇ હતી. જેમાં પણ નંદ અતુલભાઇ પટેલે નેશનલમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. અગાઉ ધ થર્ડ વર્લ્ડ જુનીયર સોફટવેર ટેનીસ ચેમ્પીયનશીપની સ્પર્ધા ૧૮ નવેમ્બરથી રપ નવેમ્બર ર૦૧૮ દરમ્યાન કોરીયા, સંચેઓન મુકામે યોજાઇ હતી. જેમાં પટેલ નંદ અતુલભાઇ એ ત્રીજા ક્રમે આવી હીરામણી શાળાનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યુ હતું. (૪.૧૦)

(3:46 pm IST)