ગુજરાત
News of Saturday, 12th January 2019

રાધનપુર-ભાભર ૩ રસ્તા પાસે ર૮ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

પાટણ ,તા. ૧ર :  રાધનપુર-ભાભર હાઇવે રસ્તા ત્રણ રસ્તા નજીક ભૂજ આર.આર.સેલની ટીમે બાતમીના આધારે આઇસર ગાડી નથુ માંથી ચેક કરતા વિદેશી દારૂની પ૯પ પેટી જેની કિંમત રૂ. ર૮ લાખનો શરાબ, મોબાઇલ ગાડી સહિત રૂ. ૩૬,પ૭૦૦૦નો મુદ્દામાલ કબજે કરી પાટણ જુના રાધનપુર-પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો.

ભૂજ આર.આર. સેલની ટીમ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રાધનપુર-ભાભર હાઇવે રોડ ઉપર વિદેશી શરાબભરી એક આઇશર પ્રવેશી રહ્યાની બાતમી મલતા આયશર મળી આવતા ઘાસની આડમાં છુપાવી વરૂનો જથ્થો મોટો પ્રમાણમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. ગાડી નં. જી.જે. ૬ એવી ૭૮ર૬ નંબરની શંકાસ્પદ આયસર ચાલક ભજનરામ બાપુરામ વિશ્વનોઇ રહે. અંધડવા રાજસ્થાન વાળાની તેમજ મોબાઇ જપ્ત કરવામાં આવેલ.

રાજસ્થાનથી બનાસકાંઠા પાટણની બોર્ડરો ખુબ જ નજીક કોઇ અવનવા નુસ્ખા અજમાવી મોટાપાયે ઘુસાડવામાં આવતો હોય છે. અને વારંવાર લાખો રૂ.નો આવો જથ્થો ઝડપાય છે. (૯.૩)

(3:45 pm IST)