ગુજરાત
News of Saturday, 12th January 2019

અંકલેશ્વરમાં વિજિલન્સ ટીમનો સપાટો :જુગારધામમાં દરોડો : બે સગીર સહીત 20 જુગારીઓ ઝડપાયા

અંકલેશ્વરમાં વિજિલન્સ ટીમે સપાટો બોલાવ્યો છે અને જુગારધામમાં દરોડો અડીને 20 લોકોને ઝડપી પાડયા છે

  મળતી વિગત મુજબ બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા આંકડાના જુગાર પર વિજિલન્સે અચાનક ચાપો મારી ત્યાં હારજીતનો જુગાર રમી રમાડતા ૨૦ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

  વિજીલન્સ ટીમે તેમની પાસેથી ૧૦ મોબાઈલ,૨ વાહન તેમજ રૂપિયા ૧૩૬૦૦ રોકડા મળી કુલ રૂપિયા ૫૯૮૭૦ કબ્જે કરી ઝદપાયેલા તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિજીલન્સે અચાનક છાપો મારતા અન્ય જુગારધામ ચલાવતા તેમજ જુગાર રમનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.

   અત્રે ઉલ્લેખનીય એ છે કે અંકલેશ્વર ખાતે થી ઝડપાયેલા ૨૦ જુગારીઓમાં બે તો સગીરવયના છે. બહારની વિજિલન્સની ટિમે આવી રેડ કરીને જો દારૂ, જુગાર પકડી શકતી હોય તો શું સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હોય તેમ કહી શકાય છે.? એ વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી

(1:48 pm IST)