ગુજરાત
News of Saturday, 12th January 2019

વડોદરા : સાવલી-પોઇચા રોડ પર તુફાન અને બાઇક વચ્ચે અકસ્માત: બે યુવકોના કરૂણમોત

સાવલીની મંજુસર ઓદ્યોગિક વસાહતમાં નોકરીએ જતા યુવકોને કાળ ભેટ્યો

વડોદરા :સાવલી-પોઇચા માર્ગ પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે યુવકોના કરૂણ મોત નિપજયા છે

  આ અંગે મળતી વિગત મુજબ વડોદરા જિલ્લાના સાવલી-પોઇચા માર્ગ પર આજે સવારે તુફાન જીપ અને બાઇક વચ્ચે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર થઇ બે યુવાનોના કરૂણમોત નિપજ્યા હતા આ યુવકો  સાવલીની મંજુસર ઓદ્યોગિક વસાહતમાં નોકરીએ જઇ રહ્યા હતા ત્યારે કાળનો કોળિયો બની જવા પામ્યા હતા.

 આશાસ્પદ યુવકોના મોતના પગલે ભારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માત સંદર્ભે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(1:45 pm IST)