ગુજરાત
News of Saturday, 12th January 2019

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ :કચ્છમાં વરસાદી છાંટા પાડવાની શકયતા

અમદાવાદ :દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની અસર ગુજરાત પર અસર થશે. હવામાન વિભાગે ગુજરાતમાં વાદળછાયું હવામાન રહેશે તેવી આગાહી કરી છે. જ્યારે આજે તા,12 જાન્યુઆરીએ કચ્છમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના છે. જોકે  14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

(1:01 pm IST)