ગુજરાત
News of Saturday, 12th January 2019

ઉતરાયણ પર્વે સુરતના ફ્લાયઓવર બ્રિજ પર બે દિવસ ટુ-વ્હીલર અવરજવર પર પ્રતિબંધ મુકાયો

તમામ ફલાય ઓવરબ્રિજ પર તા,14 અને 15 દરમિયાયન બંને સાઈડથી ટુ-વ્હિલર વાહનો ચલાવી શકાશે નહીં

 

સુરત :મકરસક્રાંતિ-ઉત્તરાયણ પર્વ દરમિયાન ટુ-વ્હિલર વાહનચાલકોને અચાનક વાહન પર લટકી આવતી ધારધાર દોરી અને તેના લીધે ગાળા કપાવવા તથા વાહન પરથી પાડી જવા જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કાતિલ દોરીથી બચવા માટે સુરત પોલીસે ઉત્તરાયણના બે દિવસ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલર વાહન ચાલકો પર પ્રતિબંધ મુક્યો છે

 સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસે તારીખ 14 અને 15 જાન્યુઆરી બે દિવસ શહેરના તમામ ફલાય ઓવરબ્રિજ ઉપર બંને સાઈડથી ટુ-વ્હિલર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ નિમયનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાવધાની પૂર્વક ઉત્તરાયણની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

(11:34 pm IST)