ગુજરાત
News of Saturday, 12th January 2019

ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા:પાક માટે ધિરાણ લેનાર વધ્યા :લાખો ખેડૂતોએ લીધી લોન

 

નવી દિલ્હી :કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે. અહીં 58.72 લાખ ગ્રામીણ પરિવાર છે અને તેમાંથી 66.9 ટકા લોકો ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયમાં છે. કુલ 16.74 લાખ પરિવારો દેવા હેઠળ છે. ખેડૂતોએ ખેતી માટે બેન્કોમાંથી લોન લીધેલી છે 34.94 લાખ પરિવારમાંથી 5.43 લાખ પરિવારો પાક લોન કે ટર્મ લોન લઈ ચૂક્યા છે. જેની કુલ રકમ 54,277 કરોડ રૂપિયા થાય છે

  . લોનની કુલ રકમમાંથી 20,412 કરોડ રૂપિયાની લોન ખેતી માટેના સાધનો ખરીદવા લેવાઈ છે. બાકીની 33,884 કરોડની પાક લોન છે. તો રાજ્યમાં પાક લોન માટે અરજી કરનાર ખેડૂતોની સંખ્યા વધી છે. 2014-15માં 22.49 લાખ ખેડૂતોએ લોન લીધી હતી, જ્યારે 2016-17માં સંખ્યા વધીને 34.94 લાખ થઈ ગઈ. આંકડા 55 ટકા વૃદ્ધિ દર્શાવે છે. પાક માટે લેવાયેલી લોન 28,730 કરોડથી વધીને 33,864 કરોડ થઈ ચૂકી છે.

2 વર્ષની ટર્મ  લોન લેનાર ખેડૂતોમાં 40 ટકાનો વધારો થયો છે. 2014-15માં 3.88 લાખ ખેડૂતોએ 10,597 કરોડ રૂપિયાની ટર્મ લોન લીધી હતી. પરંતુ 2016-17માં રકમ વધીને 20,412 રૂપિયા થઈ ચકી છે.

 

 

(12:21 am IST)