ગુજરાત
News of Friday, 11th January 2019

સાત મહિનામાં સીએનજીના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો : અમદાવાદમાં રિક્ષાચાલકોના ધરણા :આવેદનપત્ર આપ્યું

અમદાવાદ :શહેરમાં છેલ્લા સાત માસમાં સીએનજીના ભાવમાં પાંચ રૂપિયાના થઇ ગયેલા ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકોએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા-સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉપરાંત તેઓની વિવિધ માંગણીઓને લઇને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

  શહેરમાં રિક્ષા સ્ટેન્ડનો અભાવ, પોલીસની બિનજરૂરી હેરાનગતિ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોની કાગળીયા ચેક કરવાની સત્તા ન હોવા છતાંય તેઓ પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાની મુખ્ય ફરિયાદો કરાઇ હતી.

  આ અંગે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાના જણાવ્યા મુજબ પોલીસની હેરાનગતિથી પાલનપુરમાં રિક્ષા ચાલકે આત્મદાહ કર્યો છે. આટલી હદે થતી હેરાનગતિ બંધ કરીને રિક્ષાચાલકો સાથે ગુનેગારોની જેમ વર્તવું ન જોઇએ. બિનજરૂરી ખોટી કલમો લગાવવાની બંધ કરવી જોઇએ

(10:32 pm IST)